STORYMIRROR

Kamlesh Rabari Ghana

Others

3  

Kamlesh Rabari Ghana

Others

તારી ઝલક અને મારી ગઝલ

તારી ઝલક અને મારી ગઝલ

1 min
377

પ્રિયે તારું આ રૂપ જાણે મને લાગે છે અનુરૂપ,

નિહાળ્યું અમે તો સંગે જીવીશ બોલને શું છે અનુરૂપ,

બોલને તારી ઝલક અને મારી ગઝલ હવે છે અનુરૂપ, 


શબ્દો તારા મૌન વાણી વિનાના ધારદાર છે અનુરૂપ, 

હું જીવી રહ્યો વર્ષોથી પાણી વિના તને ખબર છે અનુરૂપ, 

દેખાવને તારી ઝલક અને મારી ગઝલ હવે છે અનુરૂપ, 


સંગે હોય તો હૈયે સારુ પણ ખર્ચો ઘણા છે અનુરૂપ,

મળીને વ્હાલનો હાય ને છૂટાં પડતા બાય છે અનુરૂપ,

જોવી તારી ઝલક અને મારી ગઝલ હવે છે અનુરૂપ,


બારી બહારની નજર રાહમાં થાકી જવાય છે અનુરૂપ,

આપણે બંને એક જ રોગના રોગી પીડા તનેય છે અનુરૂપ,  

અજાણ્યો ચહેરો તારી ઝલક અને મારી ગઝલ છે અનુરૂપ,


કોઈ વાત વિસરાય કોઈ સ્વપ્ન બનશે એ છે અનુરૂપ,

કોઈ યાદ કરતું રહી જશે કોઈ વિરહમાં જશે છે અનુરૂપ, 

હું 'કમલેશ' જોઈશ તારી ઝલક અને મારી ગઝલ હવે છે અનુરૂપ,


Rate this content
Log in