STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

તારા ગયા પછી

તારા ગયા પછી

1 min
13.7K


તારા ગયા પછી ,દિલના ખૂણે ખૂણે અંધારુ છે , 

ફકત વેદના જેવુ કંઈક , જાણે એકધારુ છે , 

આમતો સાવ સૂકા રણ જેવુ જીવન છે ,

છતાંય કોઈ પૂછે તો કહુ છુ, સારુ છે, 

આમતો સાવ એકલો પણ નથી, હવે હુ, 

થોડા કાજુ, બદામ, પિસ્તા ને જોડે દારૂ છે, 

દારૂ પણ હવે ક્યા કરી શકે છે બેફામ, 

એ કામ તો તારુ ને માત્ર તારુ જ છે, 

નથી તુ અને હવે કોઈ રસ નથી, રંગ નથી, 

મોતની રાહે જીવુ છુ, કેમકે એતો મારુ જ છે, 

તારા ગયા પછી દિલના ખૂણે ખૂણે અંધારુ છે , 

ફકત વેદના જેવુ કંઈક, જાણે એકધારુ છે , 


Rate this content
Log in