તારા દ્વારે...!
તારા દ્વારે...!
1 min
356
લઈને અંતરનો અવાજ હરિ આવ્યો તારા દ્વારે.
ત્યજી સઘળાં કામકાજ હરિ આવ્યો તારા દ્વારે.
જગજંજાળમાં અટવાયો તોય ના ભટકાયો હું,
તારા પ્રતાપે શરણે આજ હરિ આવ્યો તારા દ્વારે.
માયા કેરો ગ્રાસ બનીને અમનચમને લલચાયો,
શરણાગતની રાખ લાજ હરિ આવ્યો તારા દ્વારે.
ષટરિપુ સંતાપે કોઈ પૂર્વના પાતક પ્રકાશતાં પ્રભુ,
તારી કૃપાથી વીજને ગાજ હરિ આવ્યો તારા દ્વારે.
ક્ષમા યાચના શ્રીહરિ ભૂલજો મુજ અપરાધોને ,
તારી કરુણા પાટને રાજ હરિ આવ્યો તારા દ્વારે.
