તાળું
તાળું
1 min
22
કરે ઘરનું રખેવાળું
નાનું અમથું તાળું,
ન માંગે સાંજે વાળું
બંધ ઘરને ભાળું,
લટકતું કેવું માળું
ચોર કહે જીવ બાળું,
ચોરી કરવાનું ટાળું
પાડતો રહું લાળું,
કેમ કરી ટાણું ગાળું
એક બે ચાવી વાળું,
સારી પેઠે પાળું
અલીગઢીયું તાળું,
ખંભાતી તાળું
સલામતીનું જાળું,
નસીબે દેવાયું તાળું
પરસેવે પૈસાનું નાળું,
નાનું અમથું તાળું
કરે ઘરનું રખેવાળું.
