STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

તાજમહેલ ?

તાજમહેલ ?

1 min
204

આરસપહાણનાં તાજમહેલ નીચે એક મહોબ્બતની કબર છે,

કફન ઓઢીને કાયમ સૂતેલી મુમતાઝને ક્યાં એની ખબર છે,


ઊઠશે આળસ મરડીને ક્યારેક તો આરસમાં સૂતેલું દર્દ,

માણસ તો શું પથ્થરોને પણ દબાયેલી લાશોનાં દર્દની ખબર છે,


કઈં કલાકારોનું અરણ્ય રૂદન ગુંજે છે આરસની તિરાડો વચ્ચે,

પૂછો મહોબ્બતનાં પૂજારીઓને આ તે ઈશ્કની કેવી તલબ છે ?


કૈંક ગૂઢ કાળા રહસ્યો સંઘરી બેઠા શુભ્ર આરસના આ પથ્થરો,

બેશુમાર ધનદૌલત નીચે દબાયેલા દર્દની ચહલપહલ છે,


આરસની શિલાઓ ઉપર શહેનશાહી શોષણ ઝળકી રહ્યું,

તાજમહેલ બાંધવાની ઈચ્છામાં જરૂરી મહેબૂબનું મરણ છે,


એવી તો શું ખાસ વાત છે આ 'પરમ' મહોબ્બતનાં દર્દમાં યારો ?

કે એક લાશ માટે આરસનો મહેલ બનાવવાનું 'પાગલ'પન છે !


Rate this content
Log in