સ્વયંની ગઝલ
સ્વયંની ગઝલ

1 min

55
રોજ રાખે છે સામટી મોજ 'સાગર' રામોલિયા,
વ્હેમ એવો તો રાખે છે રોજ 'સાગર' રામોલિયા.
આ કરું છું ને તે કરું છું, કહીને દોડે છતાં,
રાખે નહિ કોઈ જાતનો બોજ 'સાગર' રામોલિયા.
ઘંટડી ટાણાની કરે સાબદા મોંને ખોલવા,
ત્યાં વિચારોની ઠાલવે ફોજ 'સાગર' રામોલિયા.
ક્રોધની જ્વાળા આવતી હોય પૂરી તાકાતથી,
શાંતિનો ત્યાં રાખે ભરી હોજ 'સાગર' રામોલિયા.
અન્યની પાસે ખુદને પરખાવવા તો શાને જવું?
જાતનીયે જાતે કરે ખોજ 'સાગર' રામોલિયા.