સ્વભાવ
સ્વભાવ

1 min

213
આપણી જિંદગી પર હોય છે, સ્વભાવનો પ્રભાવ
સુખ દુખનો આધાર હોય છે, પોતાનો સ્વભાવ
અશાંત બનીને ભટકતા ફરતા હોય છે
જેના સ્વભાવમાં છે, માત્ર લાવ લાવ
અન્ય કરતા સુખી થવાની દોડ, કરી નાખે દુ:ખી
સરખામણીનો સ્વભાવ, જિંદગીને આપતો રહે છે ઘાવ
હોય જો સ્વભાવ મૂળભૂત રીતે ઉતાવળીયો
તો સર્જે છે, જિંદગીમાં અકસ્માતના બનાવ
અમુક લોકો તો હોય છે અંદરથી જ અસંતોષી
હોય છે રોતલ સ્વભાવના, હંમેશા કરે રાવ
સ્વભાવનું સારી રીતે સંચાલન છે ખુબ જરૂરી
સારા સ્વભાવવાળા જ છે, જિંદગીના સાચા ઉમરાવ.