STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

સ્વામી એવુ માગું રે

સ્વામી એવુ માગું રે

1 min
229

દીક્ષા લેવા માગું મારા નાથ,

સ્વામી એવુ માગું રે, 

માર્ગ બતાવોને પાર્શ્વનાથ, 

સ્વામી એવુ માગું રે.


તારુ મુખડુ જ્યોતિર્મયી જોયા કરું, 

રાત દિવસ પ્રભુ ગીત ગાયા કરુ,

ધરુ અંત સમય સુધી ધ્યાન,

સ્વામી એવુ માગું રે.


મારી શ્રદ્ધાને, ડગુમગુ કરશો નહીં, 

મારી ભૂલોને હૈયે ધરશો નહીં,

ધર્મકાર્યથી ભજુ તારુ નામ,

સ્વામી એવુ માગું રે,


મારા ગર્વ ને પાપ સમાવી દેજો,

તારા દીક્ષાર્થીને નાથ ઉગારી લેજો,

દેજો આવીને મોક્ષનું દાન,

સ્વામી એવુ માગું રે.


Rate this content
Log in