સવાલ
સવાલ

1 min

11.5K
સત્યનું જ્ઞાન કામ ના લાગે ત્યારે?
આંખ કોઈ અનીતિ જોઈને રોકી ના શકે ત્યારે?
અપશબ્દોને કાને આવતા રોકી ના શકીએ ત્યારે?
સમજણ અને જ્ઞાન સાચા સમયે ના સૂઝે ત્યારે?
મન જયારે બેચેન થઇ બેબાકળું બને ત્યારે?
કળિયુગની આ કામણગારી,
કાયા કામણ કરે ત્યારે?
બસ આમ જ બધું અનીતિ,
અણગમતું ને અત્યાચાર,
બધું જ વરસી જાય ને ખેદાનમેદાન કરે ત્યારે?
સવાલ અને સમજણ બંને એક સાથે વધે ત્યારે?
શું કરીશું?