STORYMIRROR

Khyati Anjaria

Others

3  

Khyati Anjaria

Others

સ્વાગત

સ્વાગત

1 min
232

મંગલ મોરી માત ભવાની,

તેજોમય પરકાશ,

દર્શન દઈ ને ધન્ય કરી દો,

પુરી કરજો આશ.


મારા મન મંદિર ને આંગણ,

તારો કરું સત્કાર,

રુમઝુમ પગલા પાડી આવો,

તારો જયજયકાર.


માડી તારી ચૂંદલડીમાં,

ચમકે હીરા મોતી,

સોળ સજી શણગાર માડી તું,

કુમકુમ પગલાં કરતી.


તેજ તારું ચોમેર પ્રકાશે,

મનડું મારુ હરખે,

આવો માડી ગરબે રમવા,

ભક્તો તારા તરસે.


જય જય અંબે જય જગદંબે,

તારી લગની લાગી,

મંદિરમાં ઘંટારવ થાયે,

આવી માડી તું આવી.


Rate this content
Log in