સૂરજ
સૂરજ

1 min

26
બળતો એ આગથી, હરદમ લાલચોળ,
ભલેને થાતો આજ, પાણીથી તરબોળ.
કોઈ સૂરજને પૂછો, તને ઢંકાવુું ગમશે?,
વાદળીની છાયામાં, તને સંતાવુું ગમશે?.
લાગે તો તીર, નહીંતો ભલેને હોય તુક્કો,
છલછલતી વાદળીમાંં, મારોને કોઈ મુક્કો.
ભીંજાવુું નક્કી છે, સાથે છે ખારાશ,
વરસાદી કારણ છે, કે પછી આંખની ભીનાશ?