સૂરજ ઊગ્યો ને સુંદર સવાર
સૂરજ ઊગ્યો ને સુંદર સવાર
1 min
273
પક્ષીઓએ કલશોર કર્યો
ફૂલોની ફોરમે ભમરો ઊડ્યો
સૂરજ ઊગ્યો ને સુંદર સવાર રળિયામણી...!
કળીઓ ખીલીને ફૂલ બની મ્હેક્યા
પશુઓ ઘર છોડી ચરવાને નીકળ્યા
સૂરજ ઊગ્યો ને સુંદર સવાર રળિયામણી...!
ઝાકળ ઊડ્યો મોલથી દૂર
સોનેરી મોલ બન્યો ગાંડોતુર
સૂરજ ઊગ્યો ને સુંદર સવાર રળિયામણી...!
સૂતાં બાળ ઊઠ્યા કિલકિલાટ કરતા
માની મમતા કેરા સાગરમાં ડૂબતા
સૂરજ ઊગ્યો ને સુંદર સવાર રળિયામણી...!
પનિહારી બેડા મૂકી માથે
નીકળી છે પાણી ભરવા ભીને અંબોડલે
સૂરજ ઊગ્યો ને સુંદર સવાર રળિયામણી...!
