STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

સૂનું મનનું નગર

સૂનું મનનું નગર

1 min
276

વિચારોની ભરચક ભીડ વચ્ચે શોધે શૂન્યતા સૂનું સૂનું મનનું નગર,

સ્વપ્નોની ભરચક ભીડ વચ્ચે શોધે સત્યતા સૂનું સૂનું મનનું નગર !


હસતો ચહેરો,બોલતી આંખો ને હૃદયમાં ભરી અમે ભરચક લાગણી,

પછી ભરચક ટોળા વચ્ચે એકલતા ઓઢી મૂંઝાયુ અમથું મનનું નગર !


રોશનીનાં જુઠા અંબાર વચ્ચે બેબુઝ સવાલોના ઘેરામાં ઘેરાયો મનખો,

ને મારાં જ ભરચક પડછાયાઓ વચ્ચે મારી જ જાતને શોધે મનનું નગર !


અગણિત જખ્મો, ભરચક દિલાસાઓ વચ્ચે જુઓ ઉદાસી ખુદ છે ઉદાસ,

ને ભેંકાર જીવન બહાર, સર્વ પીડાનું સ્મશાન રચવા મથે મનનું નગર !


સોનાના પિંજરામાં કેદ થયો કાયમ આઝાદ વિચારોનો આધુનિક માનવ,

હવે આખું આકાશ સર કરવા ભરચક પ્રયાસ કરે મારા મનનું નગર !


આ ભરચક મૈખાનાઓમાં પણ કેમ અતૃપ્ત રહી ગઈ મારી પ્રેમ પ્યાસ,

ને એમાં મસ્ત છલકતી આંખોનું એક મદિરાલય શોધે મનનું નગર !


હવે સપડાયો એવો તો આ મારો મનખો એક 'પરમ' પ્રેમની બીમારીમાં,

કે ઈલાજની ભરચક સંભાવનાઓ વચ્ચે ભટકે 'પાગલ' મનનું નગર !


Rate this content
Log in