STORYMIRROR

Anu Meeta

Others

3  

Anu Meeta

Others

સૂએ છે

સૂએ છે

1 min
247

હું આજેય 

નિરાંતે સૂઈ જવા ચાહું છું.

કંઈ જ ન અનુભવાય 

એમ 

બેહોશ થવા ચાહું છું.


ન ડૂસકાં, ન ડૂમો, ન હીબકાં

સૌ ઓઝલ રહો

'રામ નામ સત્ય હૈ'ની જેમ

મારા કાન સુધી 

માત્ર ટનટન, ખનખન ને થનથન જ પહોંચે છે.


ગર્વભેર રંગાયેલો તર્જનીનો નખ

સૌને દાખવ્યો છે મેં

ગૌરવભેર

બીજું શું કરવાનું હોય ?

સૂઈ જવાનું હોય.


કારણ કે હું

એ નેવું ટકામાં આવું છું

જે આ જ કરે છે.

સૂએ જ છે.


Rate this content
Log in