સુરક્ષાની સપ્તપદી
સુરક્ષાની સપ્તપદી

1 min

217
દુનિયાનો છેડો હંમેશા ઘર હોય છે
અને સુરક્ષાથી જ ઘર બરાબર હોય છે
ગૃહ સુરક્ષાને અપનાવો સપ્તપદીની જેમ
વગર ગૃહ સુરક્ષાએ અકસ્માતનો ડર હોય છે
વીજળીના સાધનોમાં અર્થીંગ છે ખૂબ જરૂરી
દવા અને ઝેરી ચીજોને લોક એન્ડ કી માં રાખો પુરી
ગૃહ સુરક્ષાને અપનાવો સપ્તપદીની જેમ
અયોગ્ય ગૃહ સાધનોથી હાલત થઇ શકે છે બૂરી
ખરાબ ‘ગૃહ વ્યવસ્થા’થી અકસ્માત સર્જાય છે
બેદરકારીવાળા બધી બાજુથી માર ખાય છે
ગૃહ સુરક્ષાને અપનાવો સપ્તપદીની જેમ
ઉતાવળ કરનારા નિરાંતે પસ્તાય છે.