STORYMIRROR

Arjun Gadhiya

Others

4  

Arjun Gadhiya

Others

સુરજને વિનંતી...

સુરજને વિનંતી...

1 min
232

એ સૂરજ ! મહેરબાની કરી બહુ ઝાઝો ધગતો નહિં,

ને ધરતી બંને અગન ગોળો એવી રીતે તપતો નહિં.


પર્યાવરણ બગડ્યું એમાં કંઈ બધાય લોકોનો વાંક નથી,

એથી ખાલી ખોટો તું બિચારા નિર્દોષોને દંડતો નહિં.


અહિં ઘણાને પહેરવાં તૂટેલા ચંપલ પણ નથી,

એથી એ બિચારાના પગ તું દઝાડતો નહિં.


આ દુનિયામાં પાણી બચાવવાવાળાં પણ છે ઘણાય,

એનાં જળાશય સૂકવી એને તું તરસ્યા કરતો નહિં.


રણની રેતીમાં સૈનિકોની ચોકી હોય છે સીમાડા પર,

એની સામે પચાસ ડિગ્રીનો પાવર તું બતાવતો નહિં.


અહિં ઘણાને તડકે તપીને ભૂખ ઠારવાની હોય છે,

'અર્જુન'ની અર્જ એટલી એને તું બિમાર પાડતો નહિં.


ત્યાં બેઠાં તને શું ખબર પડે કો'ક દિ પરસેવો પાડ,

પછી તુંય કહીશ; "એલા માણા મરે એમ બળતો નહિં."


Rate this content
Log in