સુપરમેન
સુપરમેન
1 min
191
સાચું કહું તો આ તો કુદરતની છે દેન,
કે સામાન્ય માનવી જીવે જાણે સુપરમેન,
આવો પાવર કદાચ આપણને મળી જાય તો,
અન્યોની મદદ માટે ઊડાડી દેવા પડે ખુદના નીંદ અને ચેન,
સામાન્ય માણસ બનીને જીવવું થોડું સહેલુ છે દોસ્તો,
સુપરમેન બનીને તો મુશ્કેલ થઈ જાય છે ઊલટું જીવન,
એ પણ એટલું સાચું કે ખુદા પછીનું નામ છે સુપરમેન,
અને લાખોની સંખ્યામાં થઈ જાય છે લોકો તમારા ફેન,
દુનિયાભરનો બોજો હોય તમારે શિર "સંગત"
જેમ બોજો ઉપાડે છે આ દુનિયામાં ક્રેન.
