સુઝાવ મળ્યો
સુઝાવ મળ્યો
1 min
12
કોઠી ફેંદી તો હાથમાં કાદવ મળ્યો,
ભ્રમણા કહે છે મને આસવ મળ્યો.
પતિત થૈ દરબદર ભટકી રહ્યા,
પ્રતીક્ષા પૂરી થતાં જ રાઘવ મળ્યો.
ભજન ભાવમાં સુધ ખોઈ મીરાંએ,
એના હૃદયમાં સાક્ષાત માધવ મળ્યો.
ગામ તજ્યું, ગુણ ત્યજી વનમાં ગયા,
અંતે ત્યાં પણ ભભૂકતો દવ મળ્યો.
અજ્ઞાની કરે વિવાદ પણ શું મળે ?
ધ્યાની થયા તો અંતર સુઝાવ મળ્યો.
- દિનેશ નાયક 'અક્ષર'
