STORYMIRROR

Chaitanya Joshi

Others

1.0  

Chaitanya Joshi

Others

સત્યપાલન

સત્યપાલન

1 min
28.6K


સંતપુરુષોના સાનિધ્યમાંથી પ્રગટે છે સત્ય.

શાસ્ત્રોની સંગતમાંથી સહજ મળે છે સત્ય.


આમ તો પરમેશનું વ્યવહારુ સ્વરુપ છે એ,

આખરે સનાતન થઈને ઇશમાં ભળે છે સત્ય.


આચરણશુદ્ધતામાં સત્ય થાય દ્રષ્ટિગોચર,

ક્યાં કદીએ બીબાંઢાળે સંસારે ઢળે છે સત્ય ?


હરિશ્ચંદ્રને ગાંધીજીએ કરી દેખાડ્યું જગતને,

જીવે છે એ પણ જે આચારે સાંકળે છે સત્ય.


છે અઘરું પણ સાવ અશક્ય નથી વ્યવહારે,

દ્રઢ મનોબળને શ્રદ્ધાપાથેય થકી ફળે છે સત્ય.


સત્યપાલકે હરડગલે અગનકસોટી દેવી પડે,

લાખ યત્ને પણ ક્યાં કોઈથી કદી ટળે છે સત્ય ?


Rate this content
Log in