STORYMIRROR

Heena Modi

Others Inspirational

3  

Heena Modi

Others Inspirational

સ્ત્રીની કવિતા

સ્ત્રીની કવિતા

1 min
13.6K


એક સ્ત્રીને મન, કવિતા એટલે-
કપડાં ધોતી વેળા ખળખળ વહેતા પાણીમાં
ઝરણાંનો નિનાદ...
રસોઈ કરતી વેળા કૂકરની સીટીમાં
શ્રીકૃષ્ણનાં બંસરીનાં સૂર...
ઘરની સારસંભાળમાં
ઈશ્વરની ભક્તિનો અનુનાદ...
પતિદેવની આજ્ઞામાં
સંપૂર્ણ ભાગવદગીતાનો સાર...
પુરુષને મન,
સ્ત્રીની કવિતાએટલે
પસ્તીનાં કાગળનો એક ડૂચો!


Rate this content
Log in