સ્ત્રી કમજોર નથી
સ્ત્રી કમજોર નથી
1 min
172
સ્ત્રી બહાદુર છે કમજોર નથી,
કોણે કહ્યું કે એનામાં જોર નથી,
ઘરની તમામ જવાબદારીઓ સહજતાથી નિભાવે છે એ,
એની એ બાબતોમાં સહેજપણ દેખાડો કે શોર નથી,
સ્ત્રીના દરેકેદરેક રૂપ નોખા ને અલગ છે,
એ પણ એટલું જ સાચું કે એ દગાખોર નથી,
ઘરના લોકોને એ બખૂબી સાચવી લે છે,
તેથી એ ના માનવું કે એમના હાથમાં ભાગડોર નથી,
બાળકો સાથે બાળક બની જાય, મોટા સાથે મોટી,
કોઈ કહી ના શકે કે "સંગત" સ્ત્રી મસ્તીખોર નથી,
