સરતો રહ્યો
સરતો રહ્યો
1 min
370
રાતભર ચાંદ જેવો નીતરતો રહ્યો,
બુંદ બુંદની ભીતર હું તરતો રહ્યો,
મનમંદિરમાં વસી એક તસવીર,
મનોમન એની પૂજા હું કરતો રહ્યો,
મારા સ્મૃતિપટ પર એ નખરાં કરે,
વન ઉપવનમાં હું તો ફરતો રહ્યો,
હજી તો પામી નથી શક્યો એનો પાર,
સપનાં સજાવીને હું તો મરતો રહ્યો,
શબ્દે શબ્દે તો છે આદિ અનાદિનો મર્મ,
અક્ષરના લય પ્રલયે સરતો રહ્યો.
