સર્જનહાર
સર્જનહાર


અજબ અલૌકિક સૃષ્ટિના સર્જનહાર,
પરમ કૃપાળુ ઈશ્વરનો હું માનું આભાર,
આકાશગંગાની શું કરું હું વાત,
સૂર્ય, ચંદ્ર નક્ષત્રો ને તારા અમાપ,
મહાસાગર, પર્વતો ને હરિયાળી અપાર,
રંગબેરંગી પતંગિયા ને પુષ્પોની ભરમાર,
ખળખળતાં ઝરણાં ને સરિતાનાં નીર,
વરસાદી માહોલ, ને આભમાં ઈન્દ્રધનુષની પિર!
લીલીછમ વનરાજીમાં પંખીઓનો કલશોર,
વાયુ વેગવંતો ને મંદ-મંદ સમીર
જીવમાં શિવ થઈને પ્રગટનાર,
મારાં પ્રાણ, ને મારી પ્રેરણાના આધાર
શબ્દો ઓછા પડે ગાવા તારા ગુણગાન
હો ભલે એ વેદ - ગીતા, બાઈબલ કે કુરાન!