સર્જન
સર્જન

1 min

101
મારુ સ્વર્ગ એટલે મારા સુંદર બાળકો,
સિધ્ધ અને પ્રસિદ્ધ મારુ માન મારી શાન,
કુદરતના સાંનિધ્યમાં ગમતો ભૂલકાઓનો,
સાથ જાણે અકલ્પનીય અને અવર્ણનીય,
અણમોલ 'સર્જન' અને ઈશ્વરની ભેટ,
સુખ દુઃખ ના સાથી... ભવોભવનું ભાથુ
દુનિયાના હજારો રંગ લાગે ફીકા,
મારા ખીલતા ભૂલકાઓની સંગ...
મારા હાથની હથેળીમાં ભૂલકાઓની,
નિર્દોષ હથેળીઓ જાણે ચંદ્ર સૂરજનું તેજ...
તારલીયાઓનો ઝગમગાટ...
એવા મારા ભૂલકાઓની આંખોનો
તરવરાટ.
દેવના દીધેલા માંગીને લીધેલા
મારા લાડકવાયા આજ અમારા
હૈયે સમાણા.