સપ્તફેરે
સપ્તફેરે
1 min
207
સાથને નિભાવ સાથી, જિંદગીભર સપ્તફેરે,
પ્રેમ તો ઘોળાવ સાથી, જિંદગીભર સપ્તફેરે,
જન્મબંધન સાચવી પગલા ભર્યા સંસારમાં તો,
સ્નેહને સ્થપાવ સાથી, જિંદગીભર સપ્તફેરે,
સાત વચનોને લઈ મંડપ વચાળે પ્યારપૂર્વક,
સ્વપ્ન હર સોહાવ સાથી, જિંદગીભર સપ્તફેરે,
સુખ અને દુ:ખના ભલે તોફાન આવે, પાર કરશું,
ખાંતને રોપાવ સાથી, જિંદગીભર સપ્તફેરે,
ખ્યાલ કરતાં આયખું વીતાવશું આપણ અનેરું,
ઐક્યતા ત્રોફાવ સાથી, જિંદગીભર સપ્તફેરે,
વૃદ્ધ થાશું તોય બંને પ્રેમરસ ઘોળી લઈશું,
સ્વર્ગને ગૂંથાવ સાથી, જિંદગીભર સપ્તફેરે,
ભાવ ને વિશ્વાસથી શ્રદ્ધા સુમન મહેકાવ બાગે,
અત્રને છંટાવ સાથી, જિંદગીભર સપ્તફેરે.
