STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

સ્પૃહાઓનું અરણ્ય

સ્પૃહાઓનું અરણ્ય

1 min
312

આ લાગણીના દરિયામાં વેદનાની ભરતી,
જુઓ લાશ એમાં સદૈવ વિશ્વાશની તરતી !

છે આ પ્રેમનું બેબૂઝ કળીયુગી મહાભારત,
જ્યાં દ્રૌપદી જ દ્રૌપદીના ચિરહરણ કરતી !

એક ઇચ્છાઓનો જ્વાળામુખી સતત સળગે,
જ્યાં અભિપ્સાઓ હિમની જેમ એમાં ઠરતી !

વસંતના આગમન પહેલાજ જુઓ અને કહો,
કુમળી કળીઓજ મરુસ્થલમાં શુકામ ખરતી !

બરફ જેવા માનવીનું અંતર ટટોલો તો ખરા,
કાયમ કદી ન બુઝતી એવી આગ ત્યાં ઝરતી !

સ્પૃહાઓનું એક સળગતું અરણ્ય ભીતર જુવો,
હજુ એક પૂર્ણતા ન પામે ત્યાં તો હઝારો મરતી !

ને આ મંદમંદ વાતા સમીર સથવારે આવી ચડી,
તારી યાદની ઠંડી લપટો મુજ આસપાસ ફરતી !

ને પછી એમાં નિખરીને નીરખું ખુદને આયનામાં,
તો "પરમ" વાંહે "પાગલ" જાત મારી સદા મરતી !


Rate this content
Log in