સોરઠની નદીઓ
સોરઠની નદીઓ


આજી, ઓઝત, ઊંડ, ઉબેણ ને ઉતાવળી,
ભાદર, ભોગાવો છે ભાદરવે ભરપૂર વળી,
કાળુભાર કાળવો કાળમીંઢ કેરી કૂખ સહે,
ખલખલીયો ખળખળ ખાડી ખંભાતે વહે,
ઘેલો, ડાય મીણસાર, ડેમી, ફુલઝર, શાહી,
પડાલીયો ખાંભડિયે નભ નવલ નીરે નાહી,
ધાતરવડી, હિરણ ને માલણ ગીરનું ખમીર,
મચ્છુ ને મછુન્દ્રી મતવાલી જોગણી જમીર,
માલેશ્રી, માનવર, રાવલ, રૂપેણ ને રંઘોળી,
બ્રાહ્મણી, બાવની, રંગમતીએ પુરી રંગોળી,
સીંધણી, શેત્રુંજી, સાંગાવાડી સજી કેશ વેણી,
કપિલા, હિરણ, સરસ્વતીનો સંગમ ત્રિવેણી.