STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Others

4  

Dhanjibhai gadhiya "murali"

Others

સોનેરી સંધ્યા

સોનેરી સંધ્યા

1 min
230

આથમ્યો સૂરજ સંધ્યા તણો ને,

સોનેરી સંધ્યા ખીલી ગઈ,


પંખીઓના મધુર કલશોરમાં,

અતિ આનંદની અનુભૂતિ થઈ,


ખળ ખળ વહેતા ઝરણાંઓમાં,

મધુર ગુંજારવની ઝાંખી થઈ,


વહેતા સરિતાના જળની સંગે,

મનની નૌકા તરતી થઈ,


રોમ રોમ પ્રફુલ્લિત બન્યું ને,

અષાઢી બીજ આવી ગઈ,


મધુરી મીઠી કોયલ ટહુકી ને,

મનનો મોર નચાવી ગઈ,


ઝરમર ઝરમર મેહુલો વરસે ને,

શિતળ સમીર લહેરાવી ગઈ,


દૂર દૂરથી "મુરલી" વાગી ને,

ઝાંખી મારા શ્યામની થઈ.


Rate this content
Log in