Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaishali Mehta

Others

3.5  

Vaishali Mehta

Others

સંસારનો સારથિ

સંસારનો સારથિ

1 min
173

ભીડમાં ય હવે એકલું લાગે,

ને રણકાર પણ ઘોંઘાટ લાગે ! 

અજવાળે ય અંધકાર ભાસે,

અંતર ને અહીં કોણ ચકાસે ? 

મન મૂકીને વરસી રહ્યા મેઘ,

તો'ય આ આતમ કેમ તરસે!?

હૃદય ભર્યુ એટલું કે બાજ્યો ગળે ડૂમો,

માંહ્યલો તો'ય ખાલી-ખાલી ભાસે ! 

મેઘધનુષના રંગોની ઉછળી રહી છોળો, 

છતાંય સર્વત્ર કો બેરંગ દીસે ? 

ઉહાપોહ ભલે મચી રહ્યો સઘળે,

અંતઃપટ ભેંકાર ભાસે !

સંધ્યા ખીલી છે સોળે કળાએ,

કરમાયેલ કાળજાનો વાંચનાર કોણ થાશે ? 

વિશાળ આ સંસારનો પટ, ને સામે દશે દિશાઓ

આ ચક્રના ચકરાવામાંથી ઉગારવા,

શ્રી કૃષ્ણ સમો મારો સારથિ કોણ થાશે ? 

Rate this content
Log in