STORYMIRROR

kusum kundaria

Others

4  

kusum kundaria

Others

સન્નાટો

સન્નાટો

1 min
359

આખા વિશ્વ પર આજે કેવો સન્નાટો છવાયો છે,

દરથી હર એક માણસ આજ જો ગભરાયો છે,


સમય નથી એવી બૂમો રોજ એ પાડતો રહેતો,

આજે સમયજ સમય છે તોયે કાં અકળાયો છે ?


પ્રકૃતિનું નિકંદન કાઢતો રહ્યો અવનવા વિકાસ કાજ,

મૃગજળ સમા સુખની પાછળ કેવો એ ભરમાયો છે,


આંધળી દોટ છે જિવન તણી કદી પાછો ના વળ્યો,

નિર્દોષ જીવોને મારતાં પણ કદી ના અચકાયો છે,


કલ્પના બહારની સ્થિતિ નિર્માણ થઈ છે આજે,

કોરોના ના કહેરથી ચાર દિવાલોની વચ્ચે પુરાયો છે,


ઘણાં દેવદૂતોએ લોકોને બચાવવા ભેખધરી જુઓ,

કોઈ ખોટી અફવાઓ ફેલાવતાંય ના લજવાયો છે !


કંઈ ન કરીને પણ સારું કરી શકશું ઘરમાં રહીને,

બાકી તો સૌની સમજ મુજબનો રોલ ભજવાયો છે.


Rate this content
Log in