સંગમાં
સંગમાં


ક્ષણોમાં રહીને મળે સંગમાં
તમારા જ રંગે ચડે સંગમાં
સહજ આ કહાણી રચાઈ અહીં
વફાને ન કોઈ નડે સંગમાં
ચહેલે પહેલે મહેંકતી રસમ
નયન આંસુ હર્ષે રડે સંગમાં
તું ને હું બની સ્વર્ણ હીરા કડી
રહી રાજમાર્ગે વળે સંગમાં
થયા એ જ સ્વપ્ન હકીકત લઈ
સિતારો ખરીને જડે સંગમાં.