Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Others

4  

Meenaz Vasaya

Others

સંગીત

સંગીત

1 min
428


આવી ગઈ વસંત ને, મૌસમ ખીલી ઉઠી,

રંગીન પુષ્પો ઝૂમે આ નૃત્યાંગનાની જેમ,


ગાઈ મીઠા ગીતડાં ને વગાડે સંગીત,

નશો ચડ્યો ફૂલો ને આ વસંત નો,

ઝૂમે શરાબી ની જેમ,


પ્રકૃતિ જાણે નવી નવેલી દુલ્હન,

માનવ મનમાં જન્મે ખુશીનો તરંગ,


ઈશ્વર જાણે સંગીત કાર,

પ્રકૃતિની હર એક અદામાં સંગીત,

પર્ણના અવાજમાં સૂરીલી સંગીત,


ઝરણાંના ઝણકારમાં કર્ણપ્રિય સંગીત,

નદીઓના વહેણમાં શાંત અને સૌમ્ય સંગીત,


દરિયાના મોજામાં થનગનતું સંગીત,

પંખીઓના ટહુકામાં મન ગમતું સંગીત,


સરોવરની લહેરોમાં જાણે સાત સુરોની સરગમ,

માનવીના હદયના ધબકારમાં છે અદભૂત સંગીત,


પ્રકૃતિની હર એક અદામાં છે

મન મોહક સંગીતસંગીત,

પ્રકૃતિ જાણે દરબાર ભરી બેઠી,


ફૂલો બની નૃત્યાંગના,

પંખીઓ બન્યા ગાયક,

કોયલે  છેડી સરગમ,

જાણે સાત સુરોનો થયો સંગમ,


કેવો સુંદર મન મોહક છે આ ઈશ્વરનો સંગીત સમારંભ,

જોને ખુશીઓનો થઈ ગયો શુભારંભ,



Rate this content
Log in