સંદેશ
સંદેશ

1 min

11.6K
ત્રણ વાંદરાઓની મૂર્તિઓનો સંદેશ, દુનિયાભરમાં સદાબહાર છે
ગાંધીબાપુને પ્યારા આ સંદેશમાં, જીવવાનો સરસ મજાનો સાર છે
ખોટું – જોવું નહીં, સાંભળવું નહીં, બોલવું નહીંનો આ સંદેશ
જિંદગી સારી રીતે જીવવા માટે, સીંચે સાચા સંસ્કાર છે,
આ સંદેશ કરે, ઘણા માનવ મૂલ્યોને સાકાર છે
અપનાવી શકીયે દિલથી, તો આ સંદેશ જીવનનો શણગાર છે
એક વધારાનો વાંદરો જો ઉમેરવો હોય આજની તારીખમાં
તો મોઢા પરના નકાબવાળા વાંદરાની પુકાર છે !