STORYMIRROR

Varun Ahir

Others

3  

Varun Ahir

Others

સંદેશ

સંદેશ

1 min
429


જો લખુ છું સંદેશો વાદળો પર,

હવે ના બહુ તરસતો 

થોડી આંખો નીચોવી લેજે વરસાદમાં,

અવિરત ના વરસતો.


બદલાયા નામ સંબંધોના ભાવ નહીં,

કોઈ નથી વસવસો

કરી નખરા યાદ ખુલીને હસી લેજે,

મનોમન ના મરકતો.


વિરહની કલમ તો છે જ, 

'ને મારી યાદોની શાહીનો જથો ખાસ્સો,

અંતરની પીડાને ત્રાડજે કાગળ પર,

એકલવાયો ના કણસતો.


પરોઢની ઝાંકળ

'ને સંધ્યાની સોડમ બની તને મહેકાવીશ,

બની રહેજે પ્રેમી સુગંધનો,

સબંધ જૂઠો બની કદી ના વણસતો.


હા 'શોખીન' તે પામી લીધા,

ભલે કષ્ટ બધા એક ભવમાં

જો હોઈ પુનઃજન્મ જેવું કઈ તો થશું એક,

ખુદને એકલો ના સમજતો.


Rate this content
Log in