સંબંધ હોય છે !
સંબંધ હોય છે !
એકાંતને પણ આંખ હોય છે અહીંયા,
'ને જોનારા ઘણાં અંધ હોય છે !
કેેેવી હોય છે પ્રભુ લીલા આ તારી,
કે, દ્રષ્ટિ સાથે પણ તારે સંંબંધ હોય છે !
નિર્માણ સાથે ' શ્રી ગણેશાય નમઃ'
'ને પ્રલય સાથે પણ સંબંધ હોય છે !
ઉદય થવાને વાર ન લાગેે તારે,
તેવો જ અસ્ત સાથે પણ સંંબંંધ હોય છે !
ખુશીઓનાં ખજાના સાથે નાતો તારે,
'ને સરી પડેલા આંંસુ સાથે સંબંધ હોય છે !
જરા રહી ગઈ ખુલ્લી આ બારીઓ,
તેેવો જ બંધ બારણે સંબંધ હોય છે !
ગગન સાથે ઊંચેરો નાતો તારે છે,
તેેેવો જ ધરા સાથે પણ સંબંધ હોય છેે !
સૂકાભઠ્ઠ રણમાં પગલા પડે છે તારા,
તેેવો જ ઘોડાપુર સાથેે સંબંધ હોય છે !
જન્મ સાથે હોય છે તેવો જ 'મારૂતિ',
મૃત્યુ સાથે પણ સંબંધ હોય છે !
ગીત સાથે હોય છે ગેયતાનો સંબંધ,
તેેવો જ ગઝલ સાથે પણ સંબંધ હોય છે.
