સમયપાલન
સમયપાલન
કેટલાક સમયને માને અતિ અમૂલ્ય ધન
એમને મન સમય પાલન પવિત્ર સાધન,
સમય ઘણો મર્યાદિત એવું એમનું માનવું
સમયે કરવું નિત્યકામ ને એ પણ અવનવું,
સરેલો સમય ક્યારેય પાછો નથી આવતો
નિયમિત જનને એ આબરૂ કમાઈ આપતો,
કરી નાખીએ જો કામ રોજ બધા સમયસર
બચે આપણો ને બીજાનો સમય ધોરણસર,
વીરો પડ્યા એવા જે સમયને માને સાધન
જાગ્યા એવા ભાગ્યા મોડામોડા દે ધનાધન,
જન્મ્યો સમય એના માટે એવી એની બુદ્ધિ
થોડા જન્મ્યા સમય માટે એવી રાખે કુબુદ્ધિ,
પહોંચે જનાબ એટલે શરુ થાય મુહૂર્ત કોઈ
કામ કૈં નક્કી કરાય અગાઉથી મુરત જોઈ?
આપણે છીએ તો સમય એવું છે આત્મસાત
આવા લોક ન હોય તો સમયની શું વિસાત?