સમયની તાલ
સમયની તાલ
1 min
27.2K
સુંદર સલોના રંગને ભાલે ધરી ગયાં,
ધારણ કરેલાં રુપના તાલે તરી ગયાં.
આવી મળી છે ઇશ્વરી રોનક નસીબથી,
હુસ્નો અદાના કામણો મનને હરી ગયાં.
આખે ચડીને બોલતું યૌવન અદા ધરી,
નજરે ચડેલાં શોખની વાચા હરી ગયાં.
કૌવત વધેલી શાનના રુપો નવા ધરી,
હસતી થયેલી આંખના કામણ કરી ગયાં.
માસૂમ સમયની તાલ પર જુમી રહી ધરા,
રમતાં થયેલાં રુપના ઝાંઝર બજી ગયાં.
