STORYMIRROR

rameshbhai Khatri

Others

3  

rameshbhai Khatri

Others

સમયચક્ર

સમયચક્ર

1 min
10.9K

સમયના ચક્રને ચાળ્યા કરે છે રેતઘડી,

સતતતાના ગરણે ગાળ્યા કરે છે રેતઘડી.


'નથી સમય', એમ કહ્યા કરે દરેક જણ,

સતર્ક કર્ણે એ તો સુણ્યા કરે છે રેતઘડી.


'સમય થંભી ગયો' એમ કે'વાય કદીક,

અવિરામ થઈ એ ચાલ્યા કરે છે રેતઘડી.


હવે 'સમય પાકી ગયો છે' - સમજી લ્યો, 

જિંદગી તણી નૈયા હાંક્યા કરે છે રેતઘડી.


Rate this content
Log in