STORYMIRROR

Leena Vachhrajani

Others

3  

Leena Vachhrajani

Others

સમયચક્ર

સમયચક્ર

1 min
196

સમય એમ જ ચાલતો રહેશે,

ઘડિયાળ એમ જ દોડતી રહેશે,


કલાક મિનિટના કાંટા એમ જ આગેકૂચ કરતા રહેશે,

દિવસો એમ જ અટક્યા વગર વિતતા જશે,


મહિનાઓ વર્ષો એમ જ એની ગતિએ ઘપતાં રહેશે,

જીવન ફરી એમ જ ધમધમતાં થશે,


દુકાનો, રેસ્ટોરન્ટ, પાર્લર, સિનેમાગૃહ એમ જ ઉભરાતાં થશે,

પ્રસંગો વ્યવહારો એમ જ ફરી નિભાવાતા થશે,


બસ આસપાસ કે ચોપાસ, દૂર કે નજીક, મનમાં કે દિલમાં,

પ્રત્યક્ષ બોલાતાં, જીવાતાં કેટલાંય નામ એમ જ ભૂતકાળ બનીને લેવાતાં થશે,


અચાનક કોઈ પરિવાર આખો એમ જ વિખેરાઈ જશે,

કેટલાય સંબંધો એમ જ બોલાતા બંધ થઈ જશે, 


ઈશ્વરને મંગળા શૃંગારનાં પદને બદલે દયા માંગવાનાં પદ એમ જ ગવાતાં થશે,

અને કળ વળતાં જગત આખું એમ જ ફરી હસતું રમતું પણ થશે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍