સમય
સમય
1 min
27.2K
કોઈક સાથ છોડશે,
તો કોઈક હાથ પકડશે,
કોઈક લડશે,
તો કોઈક ભેટી જકડશે,
કોઈક તોડી નાખશે,
તો કોઈક જોડી આપશે,
કોઈક નફરત વેરશે,
તો કોઈક પ્રેમ વહેંચશે,
કોઈક દુઃખ આપશે,
તો કોઈક સુખ લાવશે,
કોઈક મારશે,
તો કોઈક બચાવશે,
કોઈક ફાડી દેશે,
તો કોઈક સાંધી દેશે,
કોઈક બગાડશે,
તો કોઈક સુધારશે,
કોઈક હીનતા આચરશે,
તો કોઈક દયા દાખવશે,
કોઈક અન્યાય કરશે,
તો કોઈક ન્યાય કરશે,
કોઈક અધર્મી હશે,
તો કોઈક સત્કર્મી હશે,
અને આ કોઈક માણસ નહિ,
સમય છે !
