સમય
સમય
1 min
11.8K
ભૂત, ભવિષ્ય ને વર્તમાન,
ત્રણેય કાળ દર્શાવતો સમય.
કર્મ કર ભલા, દૂર રહે બુરાઈથી,
એમ મનુષ્યને સમજાવતો સમય.
હાથમાં ના આવતો એ તો,
રેતની માફક સરતો સમય.
કાળચક્રમાં રહી ગયાં નિશાન,
યાદોનાં સંભારણા દર્શાવતો સમય.