સમય કેવા ખેલ દેખાડે! : શૌર્ય.
સમય કેવા ખેલ દેખાડે! : શૌર્ય.
1 min
28.5K
સમય કેવા ખેલ દેખાડે!
શ્રવણ સરયૂમા પાણી ભરે,
દશરથ ભૂલથી સ્વર્ગે પહોચાડે...સમય!
મંથરા કૈકયીના કાન ભરે,
કૈકયી ભરતને રાજા નિહાળે...સમય!
શ્રીરામ થવાના હતા રાજા,
પળમાં વનની રાહ દેખાડે...સમય!
મા સીતા શ્રેષ્ઠ નારી ભૂતળના,
રાવણ સાધુ થઈને ઉપાડે...સમય!
દશાનંદ લંકાના ભૂપ ભારે,
વનવાસી એને ભોંય પછાડે...સમય!
ચૌદ વર્ષે અયોધ્યા આવે ને,
લવ કુશને આશ્રમમા જીવાડે...સમય!
અંતે બેટા બાપને રામાયણ કહે,
ને મા ધરતી મા સીતાને સંતાડે...સમય!
સમય કેવા ખેલ દેખાડે.
