સ્મશાન
સ્મશાન


ડાઘુએ પધરાવેલ મડદાની કરીએ અમે રાખ,
ભલભલા મહારથી અહીં થઈ ગયા છે ખાખ,
ભૂત પલીત અહીં વસે એવી સાચી ખોટી શાખ,
તારે પણ ક્યારેક અહીં આવવાનું છે એમ ભાખ,
સાચા ખોટા કામમાં થોડી ઘણી શરમ જરા રાખ,
પાછો અહીંથી જા તો પાપને છેક ખંખેરી નાખ,
સ્મશાનની રાખમાં સપના ધરબાયા છે લાખ,
સ્મશાન વૈરાગ્યમાં ઘડી બણબણતો જેમ માખ,
મનને સ્થિર કરી જરા પાપનો દરવાજો વાખ,
ડાઘુએ પધરાવેલ મડદાની કરીએ અમે રાખ.