STORYMIRROR

Chirag Padhya

Others

3  

Chirag Padhya

Others

સ્મશાન

સ્મશાન

1 min
28.1K


આવી રહી છે ફરી એક નનામી આજે,

ફરી આજે એક જીવન ખલાસ થઈ ગયું.


હસતું ફરતું હતું એક શરીર કાલ સુધી,

આજે એજ શરીર મૃત લાશ થઈ ગયું.


આવ્યા સ્વજનો દુઃખી હૃદયે લઈને શરીર,

મટી ગયું શરીર માટીની રાખ થઈ ગયું.


મૃત્યુ પામ્યું શરીર આત્મા અજર અમર,

સ્મશાને શરીર આજે એક યાદ થઈ ગયું.


જીવન તણી યાત્રા મૃત્યુ પામી આ મંઝીલે,

અંતિમ ધામે જીવન આભાસ થઈ ગયું.


બાંધીને સ્મશાન નામ આપેલું મુક્તિધામ,

આત્મા છૂટી શરીરથી ઉજાશ થઈ ગયું.


Rate this content
Log in