સ્મરણ
સ્મરણ
સ્મરણ બે ત્રણ પ્રસંગોના મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખો ચહેરો બદલાય છે.
નજર સમક્ષ હસતાં રહેતાં હતાં સદાય માટે,
કોણ જાણે કેમ એવા સ્વજનો બદલાય છે.
ફેરવી ફેરવી આલ્બમમાં જૂના ફોટા જોયા,
કેટલો ઝડપથી સમય ને સંજોગ બદલાય છે.
રમતાં હતાં જેમની સાથે મહોલ્લાના ચોકમાં,
એમાંના કેટલાકના તો કલેવર બદલાય છે.
કેટલાક ચહેરાઓ પર નજર સ્થિર થઈ ગઈ,
કોઈના મૃત્યુની કયાં તારીખ બદલાય છે.
અતીતને યાદમાં ગરકાવ થઈને જોયું, 'વર્ષા',
આત્મા તો અમર છે લિબાસ બદલાય છે.