STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

સમજણના ફૂલ

સમજણના ફૂલ

1 min
307

સમજણના ફૂલ ને કેમ

કરમાવા દઉં..

ભલે ઊગ્યું કાદવમાં કમળ

લાગણીના બંધનમાં બંધાતો

એ ગૂનગન કરતો ભમરો પણ

પાંદડીને ભેદી શકતો નથી,

સમજણના ફૂલોને કેમ

કરમાવા દઉં..

નથી ફૂલોને ખબર કયારે ખીલવું

અને ક્યારે કરમાવું?

ક્યારેક પ્રેમિકાના કેશની શોભા,

તો કયારેક મનુષ્યના‌ કબરની શોભા,

સમજણના ફૂલોને કેમ

કરમાવા દઉં..

સંસ્કારનું કરેલું સિંચન એ

કેમ એળે જવા દઉં.

ક્યારેક સમાજના બંધનો

તો કયારેક સામાજિક બંધનો

સમજણના ફૂલોને કેમ

કરમાવા દઉં..

પ્રેમભાવથી કરેલી સેવા

હું કેમ એળે જવા દઉં,

ક્યારેક પ્રભુની સેવા

ક્યારેક બુઝુર્ગોની સેવા,

સમજણના ફૂલોને

કેમ કરમાવા દઉં..


Rate this content
Log in