STORYMIRROR

Priti Shah

Others

3  

Priti Shah

Others

સમજણ

સમજણ

1 min
222

શું લગ્ન કરવાં કંઈ એ મિસ્ટેક છે ?

કોઈને લાગે ભલે ઝેરી સ્નેક છે.


આમ તો એ મધુર સ્વપ્ન સમાન છે;

એટલે આ જિંદગી મીઠી કેક છે.


કોઈ શું સમજે એના પર આધાર છે;

માનો તો એ રંગીન નહીં તો બ્લેક છે.


પામવો સારો જીવનસાથી એ જ તો;

ઉપરવાળાએ લખેલો ચેક છે.


ક્લેશયુકત આ સકળ સંસાર છે:

બચી જવાય તો સમજો જેક છે.


આમ, તો સૌ કોઈ ડૂબેલાં જ છે:

કોઈક નસીબદારને મળે રિટેક છે.


Rate this content
Log in