સમજણ
સમજણ
1 min
229
નકશામાં નથી ચણાયેલી ઇમારત,
એ વાત સમજાઈ જશે,
કિસ્મતમાં નથી જે વાત,
એ કાગળે લખાઈ જશે.
હાસ્ય અને અશ્રુ બન્ને રહે સાથે
એ શક્ય નથી,
"યાદ" રહી જો મંજિલ મને,
તો રસ્તાઓ વિસરાઈ જશે.
એના વચન પર ખેલ્યો છે
દાવ મેં પ્રેમનો,
હોય છો મધુરી યાદ આજે
પણ કાલ થતા બદલાય જશે.
છે આજે પ્રીતની ખુમારી મુખ પર હર્ષની,
વિયોગના એક "પલ"થી આંખમાં
અશ્રુ બની વહેંચાઈ જશે.
