સમજે તો સારું
સમજે તો સારું

1 min

394
મારા બંધ હોઠની વાત,
તું સમજે તો સારું,
મારા વણ કહેલ શબ્દનો,
ભાવાર્થ સમજે તો સારું.
ક્યાં સુધી આપુ,
દરેક શબ્દને વાચા ?
આંખોથી છલકતી,
વાતને સમજે તો સારું.
મારા દિલમાં છુપાયેલી,
લાગણી તું સમજે તો સારું,
તું મારી સાથે છે તો જીવનમાં બધું જ છે,
વાત સમજે તો સારું.