સમજ એને લાશ !
સમજ એને લાશ !
1 min
213
ફક્ત સુગંધ કેરો મુલાયમ સ્વયંનો શ્વાસ,
કે મળતો પ્રકૃતિ થકી ઈશનો સહવાસ.
નૈં શીખો જો ખરવાનો અભ્યાસ,
તો મિત્રો પણ નથી રહેતાં ખાસ.
ખારા વહ્યાં હશે અશ્રુ પ્રિયતમાનાં,
કે વધી ગૈ દરિયામાં કૈંક અંશે ખારાશ.
તપિશ રુહની કેળવી લે હવે 'તરંગ'
જે તે ન ચાહે તને, સમજ એમને લાશ.
હે ઈશ્વર! માનું ખૂબ ખૂબ આભાર તમ,
આપ્યો જીવન જીવવાનો આભાસ.
